Skip to main content

Posts

Showing posts from November, 2023

સ્ત્રી ની સભ્યતા દર્શાવતું ભજન જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી|kevani mane tev padi|Gujarati Bhajan

  જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કરીને હું તો ઉભી રહી મને શામાં મળ્યા છે મારા સસરાજી મને સામા મળ્યા છે મારા સસરાજી મેં તો નીચી વળી ને જય શ્રી કૃષ્ણ કરે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જયશ્રીકૃષ્ણ કહીને હું તો ઉભી રહી મને સામા મળ્યા છે મારા સાસુજી મને શામાં મળ્યા છે મારા સાસુજી  મેં તો પગે પડીને જય શ્રી કૃષ્ણ કર્યા જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી મને સામા મળ્યા છે મારા જેઠજી મને સામા મળ્યા છે મારા જેઠજી મેં તો ધીરે બોલીને જેસી કૃષ્ણ કર્યા જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ ન કરીને હું તો ઊભી રહી મને સામા મળ્યા છે મારા જેઠાણી મને સામા મળ્યા છે મારા જેઠાણી મે તો મો મચકાવીને જય શ્રી કૃષ્ણ કર્યા જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી મને સામા મળ્યા છે મારા દિયરજી મને સામા મળ્યા છે મારા દિયરજી મેં તો મસ્તી કરીને જય શ્રી કૃષ્ણ કર્યા જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી મને સામા મળ્યા છે મારા નણંદ બા મને સામા મળ્યા છે મારા નણંદ બા મે તો હસી ખુશીને જય શ્રી ...

હું શું કરું શ્યામ વહુ ફેશનની મળી રમુજી ભજન hu | su karu shyam vahu fashion ni madi Gujrati Bhajan

  હું શું કરું શ્યામ વહુ ફેશનની મળી હાય હાય ફેશનની મળી હું શું કરું શ્યામ વહુ ફેશનની મળી સાસુ જાગ્યા સવારમાં વહુ પાછળ પાછળ જાગી સાચું બોલે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વહુ કહી ગઈ હું થઈ ગઈ હેરાન વહુ ફેશનની મળી હું શું કરું શ્યામ વહુ ફેશનની મળી અરે રે ફેશનની મળી હું શું કરું શ્યામ વહુ ફેશનની મળી સાચું ગયા બજારમાં વહુ પાછળ પાછળ આવી સાસુએ લીધી સાડી વહુ પ્લાઝો લઈને આવી હું થઈ ગઈ હેરાન વહુ ફેશનની મળી હું શું કરું શ્યામ વહુ ફેશનની મળી સાસુ ગયા ભજનમાં વહુ પાછળ પાછળ આવી સાસુ ગાય ભજન વહુ ફિલ્મ ગીતો ગાય હું થઈ ગઈ હેરાન વહુ ફેશનની મળી હું શું કરું શ્યામ વહુ ફેશનની મળી સાસુ ગયા તડકામાં વહુ પાછળ પાછળ આવી સાસુ ઓઢે પાલવ વહુ ચશ્મા પહેરીને આવી હું થઈ ગઈ હેરાન વહુ ફેશનની મળી હું શું કરું શ્યામ વહુ ફેશનની મળી સાસુ બેઠા સમજાવવા વહુ બેટા તમે સમજો સાધુ રાખો જીવન તમે સારા વિચારો રાખો હું થઈ ગઈ હેરાન વહુ ફેશનની મળી હું શું કરું શ્યામ વહુ ફેશનની મળી

સાસુ વહુ નું રમુજી ભજન | sau vahu nu ramuji bhajan

  સાસુ વહુ નું રમુજી ભજન | sau vahu nu ramuji bhajan હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો ભક્તિ કરું ભુદર જાણું કોને કહેવા જાઉં જો વિઠ્ઠલ મારી વારે ચડજો કોને કહેવા જાઉં જો હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો સસરા છે પણ ભોળા ભાડા કોને કેવા જાવું જો સાસુ મારા કાના ના કાચા કોને કહેવા જાઉં જો હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો જેઠ છે પણ કાંઈ ના બોલે કોને કહેવા જાવું જો જેઠાણી મારી વેમ નું ઘોયું કોને કહેવા જાઉં છું હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો દિયર છે પણ વકીલ જેવો કોને કહેવા જાઉં જો દેરાણી તો વટ નો કટકો કોને કહેવા જાઉં જો હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો નણંદ છે પણ વીંછી નો આંકડો કોને કહેવા જાઉં જો છોકરા એના બાપનું બોલે કોને કહેવા જાઉં જો હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો પરણ્યો મારો સીધો સાદો કોને કહેવા જાઉં જો પાડોશણ તો નીંદ કરે કોને કહેવા જાઉં જો હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો સાસરિયામાં સંપ નથી કોને કહેવા જાઉં જો પિયરીયામાં જમ્પ નથી કોને કહેવા જાઉં જો હાથમાં માળા અને પ...

આવી સરદ પૂનમની રાત ચાલો બેનો સત્સંગ માં|Avi Sarad PoonamNi Rat Chalo Beno Satsang Ma|Gujarati Bhajan

  હે કાનુડા તારી મોરલી જેને ઘેલું કર્યું ગોકુળીયુ ગામ રાસે રમવાને વહેલો આવજે મારુ શ્રીજી મંડળ જોવે વાટ હે ચૈત્ર સુધી નવમી એ પ્રગટ્યા છે પરિભ્રમ ભક્તિ માતાના બેટદા હે તમને લાખો વાર પ્રણામ હે શ્રીજી તારી વાડીમાં કોણ રમે અને રમે નાનેરુ બાળ ને વેલા વેલા આવજો કે માણકી ના રખવાળ આપી સરત પુનમ ની રાત એ હાલો બેનો સત્સંગમાં  આજે જઈશું કાલે જઈશું કાલ કેવી હોય ચાલો બેનો સત્સંગમાં વહુ વારો આવશે ત્યારે રે જઈશું ઘોડિયાની દોરી મારી હાથ ક્યાંથી આવું સત્સંગમાં આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં  આંખે દેખાય કાને સંભળાય નહીં લાકડી વગરના ચલાય ક્યાંથી આવુ સત્સંગમાં આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમા બાળપણ જતું રહ્યું જોવાની જતી રહી કેડે કળતર થાય ક્યાંથી આવું સત્સંગમાં આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં દવાની બાટલી પાણીની માટલી તૂટે મોટે ખાટલી ધડાય ક્યાંથી આવું સત્સંગમાં આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં રોટલો ચવાય નહી શીરો મંગાય નહિ માંગે તો ઝઘડો થાય ક્યાંથી આવું સત્સંગમાં આવી શરદ પુનમની રાત ચાલો બેનો સત્સંગમાં આવી શરદ પુનમની રાત ચાલો બેનો ...

અમે ગુજરાતી ક્રષ્ણ ભજન | Ame Gujrati Krashn Bhajan

Ame Gujrati Krashn Bhajan |   ભજન મંડળમાં આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ભજન મંડળ માં આવો વાલા આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા ગોકુળ ગામનો કાનો ગુજરાતી બરસાના ગામની રાધા ગુજરાતી કાનો ગુજરાતી રાધા ગુજરાતી ગુજરાતી ની બોલબાલા અમે લેરી લાલા ભજન મંડળમાં આવો વાલા આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા અયોધ્યા ધામના રામ ગુજરાતી જનકપુરના સીતા ગુજરાતી રામ ગુજરાતી સીતા ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા ભજન મંડળમાં આવો વાલા આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા મેવાડ ગામના મીરા ગુજરાતી ભંડલપુરના શકું ગુજરાતી મીરા ગુજરાતી શકું ગુજરાતી ગુજરાતી ની બોલબાલા અમે લેરી લાલા ભજન મંડળમાં આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા ડાકોર ગામના બોડાણા ગુજરાતી વડનગરના મોદી ગુજરાતી પોરબંદરના ગાંધી ગુજરાતી ગાંધી ગુજરાતી મોદી ગુજરાતી ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ભજન મંડળમાં આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા મધુરમ ની બહેનો ગુજરાતી ઘંટિયા ફળીની બહેનો ગુજરાતી ગોપી ગુજરાતી બેનો ગુજરાતી ગુજરાતી ની બોલબાલા અમે લેરી લાલા ભજન મંડળ માં આવો વાલા અમે ગુજરાતી લેરી લાલા 5:14 મ...

આઈ યામ વેરી વેરી સોરી | I AM VERY VERY SORRY | Gujarati Bhajan | ગુજરાતી ભજન

  આઈ યામ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ | I AM VERY VERY SORRY KAN TANE BHULI GAI https://youtu.be/sUYQUFm2ni4?si=i8wNPiFE9uZ6S439 કૃષ્ણ કનૈયા લાલ કી જય આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ કાના તને ભૂલી ગઈ હું તો ગાડી ઘેલી થઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારા ગમતા વાઘા લેવા હું તો ડાકોર ધામમાં ગઈ હું તો ડાકોર ધામમાં ગઈ હું તો ગલીઓ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ હું તો તને ભૂલી ગઈ હું તો ગાડી ઘેલી થઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારો ગમતો જુલો લેવા હું તો ચાલલા પોળમાં ગઈ હું તો ચારલા પોળમાં ગઈ મારી સખીઓ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ હું તો તને ભૂલી ગઈ હું તો ગાડી ઘેલી થઈ તને ગમતો હારલો લેવા હું તો માણેકચોકમાં ગઈ હું તો માણેકચોકમાં ગઈ મારા છોકરાઓ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારી ગમતી મોરલી લેવા હું તો માધપુરમાં ગઈ હું તો માધપુરમાં ગઈ મારી બેનપણી ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ તારો ગમતો મુગટ લેવા હું તો દ્વારિકામાં ગઈ હું તો દ્વારિકામાં ગઈ હું તો રસ્તો ભૂલી ગયો આઈ એમ વેરી વેરી...