સાસુ વહુ નું રમુજી ભજન | sau vahu nu ramuji bhajan
હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો
ભક્તિ કરું ભુદર જાણું કોને કહેવા જાઉં જો
વિઠ્ઠલ મારી વારે ચડજો કોને કહેવા જાઉં જો
હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો
સસરા છે પણ ભોળા ભાડા કોને કેવા જાવું જો
સાસુ મારા કાના ના કાચા કોને કહેવા જાઉં જો
હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો
જેઠ છે પણ કાંઈ ના બોલે કોને કહેવા જાવું જો
જેઠાણી મારી વેમ નું ઘોયું કોને કહેવા જાઉં છું
હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો
દિયર છે પણ વકીલ જેવો કોને કહેવા જાઉં જો
દેરાણી તો વટ નો કટકો કોને કહેવા જાઉં જો
હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો
નણંદ છે પણ વીંછી નો આંકડો કોને કહેવા જાઉં જો
છોકરા એના બાપનું બોલે કોને કહેવા જાઉં જો
હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો
પરણ્યો મારો સીધો સાદો કોને કહેવા જાઉં જો
પાડોશણ તો નીંદ કરે કોને કહેવા જાઉં જો
હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો
સાસરિયામાં સંપ નથી કોને કહેવા જાઉં જો
પિયરીયામાં જમ્પ નથી કોને કહેવા જાઉં જો
હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો
ઘર છે પણ કોર્ટ જેવું કોને કહેવા જાઉં જો
વિઠ્ઠલ મારી વારે ચડજો કોને કહેવા જાઉં જો
હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો
બાય મીરાએ ભક્તિ કરી કોને કહેવા જાઉં જો
ઝેર પીધા જાણી જાણી કોને કહેવા જાઉં જો
હાથમાં માળા અને પેટમાં લારા કોને કહેવા જાઉં જો
Comments
Post a Comment