સ્ત્રી ની સભ્યતા દર્શાવતું ભજન જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી|kevani mane tev padi|Gujarati Bhajan
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
જય શ્રી કૃષ્ણ કરીને હું તો ઉભી રહી
મને શામાં મળ્યા છે મારા સસરાજી
મને સામા મળ્યા છે મારા સસરાજી
મેં તો નીચી વળી ને જય શ્રી કૃષ્ણ કરે
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
જયશ્રીકૃષ્ણ કહીને હું તો ઉભી રહી
મને સામા મળ્યા છે મારા સાસુજી
મને શામાં મળ્યા છે મારા સાસુજી
મેં તો પગે પડીને જય શ્રી કૃષ્ણ કર્યા
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી
મને સામા મળ્યા છે મારા જેઠજી
મને સામા મળ્યા છે મારા જેઠજી
મેં તો ધીરે બોલીને જેસી કૃષ્ણ કર્યા
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
જય શ્રી કૃષ્ણ ન કરીને હું તો ઊભી રહી
મને સામા મળ્યા છે મારા જેઠાણી
મને સામા મળ્યા છે મારા જેઠાણી
મે તો મો મચકાવીને જય શ્રી કૃષ્ણ કર્યા
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી
મને સામા મળ્યા છે મારા દિયરજી
મને સામા મળ્યા છે મારા દિયરજી
મેં તો મસ્તી કરીને જય શ્રી કૃષ્ણ કર્યા
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી
મને સામા મળ્યા છે મારા નણંદ બા
મને સામા મળ્યા છે મારા નણંદ બા
મે તો હસી ખુશીને જય શ્રી કૃષ્ણ કર્યા
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી
મને સામા મળ્યા છે મારા પાડોશી
મને સામા મળ્યા છે મારા પાડોશી
મેં તો ઝઘડો કરીને જય શ્રી કૃષ્ણ કર્યા
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
જય શ્રી કૃષ્ણ કહીને હું તો ઉભી રહી
મને સામા મળ્યા છે મારા પરણીયા જી
મને સામા મળ્યા છે મારા પરણીયા જી
મેં તો પગાર માંગીને જય શ્રી કૃષ્ણ કરે
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
Comments
Post a Comment